કુકરમુંડાના તોરંદા ક્લસ્ટરમાં ખેડૂતો માટે ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ’ શિબિર યોજાઈ

0
કુકરમુંડાના તોરંદા ક્લસ્ટરમાં ખેડૂતો માટે ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ’ શિબિર યોજાઈ
Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :  તા.05 :- તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના તોરંદા ક્લસ્ટર ખાતે ગુરુવારે સ્થાનિક ખેડૂતો માટે ‘પ્રાકૃતિક કૃષિ તાલીમ’ શિબિર યોજાઈ હતી. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય રાસાયણિક ખાતરો અને મોંઘી જંતુનાશક દવાઓના ખર્ચને અટકાવી, ખેડૂતોને ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો હતો. શિબિરમાં ઉપસ્થિત કૃષિ નિષ્ણાતો દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા અને માનવ સ્વાસ્થ્યની સુખાકારી માટે ઓર્ગેનિક ખેતી અપનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

 

તાલીમ દરમિયાન ખેડૂતોને ઘરઆંગણે જ ગાયના છાણ અને મૂત્રમાંથી જીવામૃત, ઘનજીવામૃત તેમજ દેશી પદ્ધતિથી કીટક નિયંત્રણ માટે દશપર્ણી અર્ક બનાવવાનું પ્રત્યક્ષ (લાઈવ) પ્રદર્શન કરીને વિગતવાર માર્ગદર્શન અપાયું હતું.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *