સોનગઢના ઘોડચીતના જંગલ વિસ્તારમાંથી રાત્રી દરમ્યાન ખેરના ઝાડો કાપતી ટોળકીના નવ આરોપીઓ ઝડપાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૫. તા.૦૪/૦૬/૨૦૨૬ ના રોજ વ્યારા વન વિભાગના રેંજ ફોરેસ્ટ ઓફિસરશ્રી સાદડવેલ/ મલંગદેવ/ફોર્ટ સોનગઢ તથા તમામ સ્ટાફને સાથે રાખીને ખરસી બીટના રીઝર્વ ફોરેસ્ટ કંમ્પા નં.૨૭૪ ઘોડચીતના જંગલ ભાગમાં રેડ પાડી હતી. વન વિભાગે ઘોડચીતના જંગલ ભાગમાં ગેરકાયદેસર પ્રવેશ કરી ખેરનાં ઉભા ઝાડો કાપી તેના કટ બનાવી બોલેરો પીકઅપ વાહનમાં ભરી ચોરી કરવાના ઈરાદાથી ઘુસેલી લાકડા ચોરોની ગેંગને ઝડપી લીધી હતી. આ ટોળકીએ ખેર ઝાડો નંગ-૦૭ કાપી કટ બનાવી તૈયાર રાખ્યા હતા, ત્યારે જ વન વિભાગનો સ્ટાફ સ્થળ પર પહોંચી કુલ : ૦૭ આરોપીઓને પકડી પાડયા હતા. અને પુછપરછ બાદ વધુ ૦૨ આરોપીઓને ચીખલી તાલુકામાંથી પકડવામાં આવેલ છે. અને આ ગુનાના કામે ખેરનાં ઝાડો કાપવાના વહેરણ કરવાના પટ્ટા (કરવત નંગ-૦૨) જંગલ ભાગમાંથી જપ્ત કરવામાં આવેલ છે, તેમજ કાપેલ ખેરનાં ઝાડોનો મુદ્દામાલ નંગ.૨૮, ઘ.મી. ૧,૦૭૦ કે જેની બજાર કિંમત.૧૯,૮૭૭/- થવા પામેલ છે, આ ગુનાના કામે વપરાયેલ મોટરસાયકલ સ્પ્લેન્ડર નંગ.૦૨ તેમજ હોન્ડા એકટીવા નંગ.૦૧ તેમજ બોલેરો પીકઅપ મેક્સ નંગ.૦૧, મારૂતી સુઝુકી ૮૦૦ ફન્ટી નંગ.૦૧ જપ્ત કરવામાં આવેલ છે, તેમજ આગળની તપાસ ચાલુ છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
