ડોલવણ તાલુકાના બામણમાળ દૂર ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ યોજાઈ 

Contact News Publisher

ખેડૂતોને ‘કમલમ મોડેલ ફાર્મ’ની મુલાકાત કરાવાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 27 :- તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા સ્વયં પ્રેરિત ખેડૂતો (નોન મિશન ક્લસ્ટર) માટે બુધવારેબામણમાળ દૂર ગામ સ્થિત ‘કમલમ મોડેલ ફાર્મ’ જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

​આ તાલીમ દરમિયાન આત્મા પ્રોજેક્ટના કર્મચારીઓ અનીલાબેન ગામીત (ATM), મિતેશભાઈ ભોયે (TPM) અને સ્વાતિબેન ચૌધરી (MTRP) દ્વારા ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના વિવિધ પાસાઓ અને તેના મહત્વ વિશે ઊંડાણપૂર્વક સમજૂતી આપવામાં આવી હતી.

ખેડૂતોને મોડલ ફાર્મ અને BRC યુનિટની પ્રત્યક્ષ મુલાકાત કરાવી ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તબક્કે હાજર રહેલા કૃષિ સખીઓ અને CRP દ્વારા પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *