ઓલપાડ તાલુકાનાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ માણ્યો સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો જ્ઞાનસભર શૈક્ષણિક પ્રવાસ

Contact News Publisher

એકતા અને રાષ્ટ્રભક્તિની પ્રેરણાત્મક યાત્રા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :  સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારનાં પરિપત્રને અનુસરી ગતરોજ ઓલપાડ તાલુકાનાં ૧૧ ક્લસ્ટરની વિવિધ પ્રાથમિક શાળાઓનાં કુલ ૮૫ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત વિદ્યાર્થીઓ કેવડીયા કોલોની ખાતે વિશ્વ વિખ્યાત સ્ટેચ્યૂ ઓફ યુનિટી તથા સરદાર સરોવર ડેમ સાઈટની મુલાકાત લઈ રોમાંચિત થયા હતાં. આ સાથે સફારી પાર્કમાં સૌએ પ્રાકૃતિક માહોલમાં વિચરતાં વન્ય પ્રાણીઓને નિરખવાની મજા માણી હતી. બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ શૈક્ષણિક પ્રવાસમાં સી.આર.સી. કો-ઓર્ડિનેટરમિત્રો પરેશ પટેલ, રાકેશ પટેલ, મિતેશ પટેલ, તેજસ નવસારીવાલા, હર્ષદ ચૌહાણ, અશોક પટેલ, આશા ગોપાણી તથા રેશ્મા પટેલે પ્રવાસી વિદ્યાર્થીઓને મુલાકાતનાં દરેક સ્થળોની મહત્ત્વપૂર્ણ બાબતોથી અવગત કર્યા હતાં. જે થકી વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિ સંતોષાય હતી.

બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલનાં જણાવ્યા અનુસાર આ શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓમાં સંપ, સહકાર, ભાઈચારો, સહનશીલતા, સાહસીકતા જેવાં ગુણો તાદ્શ્ય થયાં. તેમનામાં જે તે સ્થળ વિશે નવીન જાણકારી મેળવવાની તાલાવેલી જોવા મળી, જેનાથી અમારા પ્રવાસનો મૂળભૂત હેતુ ફલિત થતો જણાયો.

સમગ્ર પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ માટે સવારનાં પૌષ્ટિક નાસ્તાથી લઈને બપોરે અને રાત્રે શુદ્ધ ભોજનની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનાં કારણે સૌમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ટૂંકમાં, આ આયોજન થકી વિદ્યાર્થીઓને પોતાનાં જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરવા સાથે ભરપૂર મનોરંજનનો અનોખો લ્હાવો સાંપડ્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other