વાલોડમાં નોંધાયેલ ચેઈન સ્નેચીંગનો ગુનો ગણતરીના કલાકમા શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા વાલોડ પોલીસ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વાલોડ પો.સ્ટે.મા નોંધાયેલ ગુના અનુસાર તા.૨૩/૦૩/૨૦૨૬ ના રોજ બાજીપુરા મંગલમ પાર્ક સોસાયટી મેઇન રોડથી ફળીયામાં આવતા રોડ ઉપર પ્રકાશભાઇ બારકુભાઇ પાટીલ ઉ.વ.૬૬ રહે,બાજીપુરા મંગલમ પાર્ક સોસાયટી ઇન્ડીયન પેટ્રોલ પંપની પાછળ તા.વાલોડ જી.તાપી બાજીપુરા આથમણું ફળીયા ખાતે તેઓના મીત્રના ઘરે જમવા ગયેલા ત્યાથી એક્ટીવા ગાડી નં.GJ26M6699 ઉપર બેસી પોતાના ઘરે બાજીપુરા મંગલમ પાર્ક સોસાયટી ખાતે એકલા આવતા હતા ત્યારે એક અજાણ્યા ચોર ઇસમે અચાનક આવી ફરિયાદીના ગળામાં પહેરેલ સોનાની ચેઇન સ્નેચીંગ કરવાની કોશીષ કરી ગુનો કર્યા અંગેની ફરીયાદ આપતા તપાસ એમ.એમ. ગીલાતર પોલીસ ઇન્સ્પેકટર વાલોડ પો.સ્ટે. નાઓએ સંભાળી લીધેલ

આ કામે લોકલ ક્રાઇમ બ્રાંચ તાપીના અધિકારી/કર્મચારી સાથે સંયુકત રીતે અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે આરોપીઓની તપાસ કરતા આ ગુનાના કામે કુલ-૦૫ આરોપીઓ (૦૧) જૈનીલભાઇ ઉર્ફે શનકો મહેશભાઇ પટેલ, ઉ.વ.૨૫, રહે.બાજીપુરા નવી વસાહતા તા.વાલોડ જી.તાપી તથા (૦૨) માહિરભાઇ રાજેશભાઇ ધ્રુવ, ઉ.વ.૨૪, રહે.બાજીપુરા સંજય કોલોની તા.વાલોડ જી.તાપી તથા (૦૩) મયુરભાઇ અનિલભાઇ હળપતિ, ઉ.વ.૨૫, રહે.ટોકરવા ગામ ઇનમાં ફળીયુ તા.વાલોડ જી.તાપી તથા (૦૪) મનિષભાઇ ઉર્ફે ભુરો રિતેશભાઇ ચૌધરી, ઉ.વ.૨૮, રહે.બાજીપુરા નવી વસાહતા તા.વાલોડ જી.તાપી તથા (૦૫) હેમંતભાઇ જયંતિભાઇ ગામીત, ઉ.વ.૨૯, રહે. ઇનમા ગામ પોસ્ટ બુટવાડા તા.વાલોડ જી.તાપી ગુનામા સંડોવાયેલ હોવાની હકીકત જાણવા મળતા આરોપીઓ અંગે માહિતી મેળવી તેઓને ધરપકડ કરી ગુનાના કામે તા.૨૪/૦૩/૨૦૨૬ ના રોજ અટક કરવામા આવેલ છે.

આ આરોપીઓએ ફરીયાદીના ગળામા સોનાની ચેઇન જોઈ એકસંપ થઈ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા ધાડ પાડી ફરીયાદીના ગળામા પહેરેલ ચેઇન લુંટ કરી મેળવી લેવાના ઇરાદે એક કાળા કલરની સ્વીફ્ટ કાર નં. GJ26AE713 મા જઈ આરોપીઓએ મોઢે રૂમાલ બાંધી પોતાના સામાન્ય ઇરાદાને પાર પાડવા અચાનક ફરીયાદીના ગળામા પહેરેલ ચેઇન ધાડ પાડવાનો પ્રયાસ કરતા ફરીયાદીએ બન્ને હાથથી સોનાની ચેઇન પકડી લેતા આરોપી દ્વારા સોનાની ચેઇન ધાડ પાડવાનો પ્રયાસ કરાયેલ અને તપાસ દરમ્યાન કુલ પાંચ આરોપીઓ દ્વારા લુંટની યોજના બનાવી ધાડ પાડવાની કોશીશ કરેલ હોય જેથી ધાડની કોશીશની કલમનો ઉમેરો કરી આરોપીઓ વિરૂધ્ધ આગળની વધુ તપાસ જારી રાખેલ છે.

આ ગુનામા અટક કરેલ આરોપીઓના ગુનાહિત ઈતિહાસની વિગત:-

આરોપી:- મયુરભાઇ અનિલભાઇ હળપતિ, ઉ.વ.૨૫, રહે.ટોકરવા ગામ ઇનમા ફળીયુ તા.વાલોડ જી.તાપી વિરૂધ્ધમા દાખલ થયેલ ગુનાઓ

(૧) વાલોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૨૨૨૧૪૮૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૨૭૯,૧૭૭,૧૮૧,૧૮૪ મુજબ

(૨) વાલોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૨૨૫૦૨૪૦/૨૦૨૫ પ્રોહી કલમ-૬૫વાલોડ

(૩) વાલોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૨૨૪૦૭૯૨/૨૦૨૪ પ્રોહી કલમ-૬૫ એએ

(૪) વાલોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૨૨૪૧૩૫૧/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૧૧૫(૨), ૧૧૮, ૧૮૯(૨), ૧૯૧(૨), ૩૫૧(૩), ૩૫૨ જી.પી.એકટ ૧૩૫ મુજબ

(૫) વાલોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૨૨૪૦૫૧૧/૨૦૨૪ પ્રોહી કલમ-૬૫ એએ

(૬) વાલોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૨૨૪૦૬૮૧/૨૦૨૪ પ્રોહી કલમ-૬૫ એએ

(૭) વાલોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૨૨૪૦૭૯૨/૨૦૨૪ પ્રોહી કલમપો.સ્ટે.l

(૮) વાલોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૨૨૫૧૭૩૯/૨૦૨૫ પ્રોહી કલમ-૬૫ એએ

આરોપી:- મનિષભાઇ ઉર્ફે ભુરો રિતેશભાઇ ચૌધરી, ઉ.વ.૨૮, રહે.બાજીપુરા નવી વસાહતા તા.વાલોડ જી.તાપી વિરૂધ્ધમા દાખલ થયેલ ગુના

(૧) વાલોડ પો.સ્ટે.ગુ.ર.નં. ફસ્ટ ૧૩/૨૦૧૭, ઇ.પી.કો. કલમ-૩૬૩,૩૬૬

આરોપી : હેમંતભાઇ જયંતિભાઇ ગામીત, ઉ.વ.૨૯,રહે. ઇનમા ગામ પોસ્ટ બુટવાડા તા.વાલોડ જી.તાપી વિરૂધ્ધમા દાખલ થયેલ ગુનાઓ

(૧) વાલોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૨૨૨૦૭૭૫/૨૦૨૨ પ્રોહી એકટ કલમ-૬૫ઇ, ૮૧, ૯૮(૨)

(૨) વાલોડ પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૮૨૪૦૦૨૨૪૧૩૫૧/૨૦૨૪ બી.એન.એસ. કલમ-૧૧૫(૨), ૧૧૮, ૧૯૧(૨), ૩૫૧(૩), ૩૫૨ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ

આરોપી:- માહિરભાઇ રાજેશભાઇ ધ્રુવ, ઉ.વ.૨૪, રહે.બાજીપુરા સંજય કોલોની તા.વાલોડ જી.તાપી વિરૂધ્ધમા દાખલ થયેલ ગુનાઓ

(૧) વાલોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૮૨૪૦૦૨૨૪૧૪૫૦/૨૦૨૪, ઇ.પી.કો. કલમ-૨૮૧,૧૭૭,૧૮૧,૧૮૪ મુજબ

કામગીરી કરનાર ટીમ :-

આ કામગીરી પો.અધિ.શ્રી, તાપી વ્યારા તથા ના.પો.અધિ.શ્રી વ્યારા વિભાગ વ્યારાની સુચના તથા માર્ગદર્શન હેઠળ શ્રી ડી.એસ. ગોહીલ, પોલીસ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા શ્રી એમ.એમ. ગીલાતર, પોલીસ ઇન્સ્પેકટર, વાલોડ પો.સ્ટે. તથા સ્ટાફના માણસોએ કરેલ છે.

(૦૧) શ્રી કે.આર.પટેલ, પોલીસ સબ ઇન્સ્પેકટર, લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, (૦૨) શ્રી એન.એસ. વસાવા, પોલીસ સબ ઇન્સ્પેકટર, પેરોલ ફર્લો સ્કોવોડ તાપી, (૦૩) ASI ગણપતસિંહ રૂપસિંહ, લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, (૦૪) ASI ધર્મેશભાઇ મગનભાઇ, લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, (૦૫) UHC વિનોદભાઇ પ્રતાપભાઇ, લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, (૦૬) UHC હરપાલસિંહ અભેસિંહ, લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, (૦૭) UHC મહાવિરસિંહ નિરૂભા, લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, (૦૮) UHC ધર્મેશભાઇ ઉમેશભાઇ, વાલોડ પોલીસ સ્ટેશન, (૦૯) UPC હસમુખભાઇ વીરજીભાઇ, લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, (૧૦) UPC હસમુખભાઇ વીરજીભાઇ, લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, (૧૧) PC ધનંજયભાઇ ઇશ્વરભાઇ, લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, (૧૨) UPC રોનકભાઇ સ્ટીવન્સ, લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી, (૧૩) UPC મણિલાલ ઉકાજીભાઇ, વાલોડ પોલીસ સ્ટેશન, (૧૪) UPC ભરતભાઇ જયંતભાઇ, વાલોડ પોલીસ સ્ટેશન

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *