તાપી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠાની બેઠક યોજાઈ 

Contact News Publisher

ઉનાળા દરમિયાન આયોજનબદ્ધ પાણીની ઉપલબદ્ધતા માટે કલેકટર ડો. વિપીન ગર્ગની અધિકારીઓને રચનાત્મક સુચનો 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.21 :- ઉનાળાની ઋતુમાં પાણીની સંભવિત અછતને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા શુક્રવારે આગોતરા આયોજનના ભાગરૂપે તાપી કલેક્ટર ડો. વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ઉનાળા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં પાણીની કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે જરૂરી પગલાં ભરવા અને સતર્ક રહેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

હાલમાં ગ્રામજનો માટે સરફેસ સોર્સ આધારિત નવી જૂથ યોજનાઓ દ્વારા કુલ 88 ગામોમાં પાણી પહોંચાડવા માટેનો ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પુરવઠો નિયમિત જળવાઈ રહે તે માટે અધિકારીઓને વિશેષ સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં નાયબ વન સંરક્ષકશ્રી સચિન ગુપ્તા, નાયબ કલેકટરશ્રી નિશાંત કુગાશિયા, પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી દિનેશભાઈ તંડેલ સહિત વિવિધ વિભાગ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other