તાપી જિલ્લાની વ્યારા સિવિલ IFT 108 ટીમ દ્વારા અતિજોખમી સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં નોર્મલ પ્રસુતિ કરાવાઈ…
વ્યારા સિવિલ IFT ૧૦૮ એમ્બ્યુલન્સ માં અતિ જોખમી સગર્ભાની ડિલિવરી કરાવી બાળક અને માતાને નવજીવન આપ્યું.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા સિવિલ હોસ્પિટલ થી સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરેલો પ્રેગનેન્સીનો કેસ તાપી જિલ્લાના વ્યારા સિવિલ IFT લોકેશનની 108 એમ્બ્યુલન્સ ને મળ્યો હતો. સોનગઢ તાલુકાના મોસનપાડા ગામમાં રહેતા હન્નાબેન રણજીતભાઈ બારીસિયા નામની મહિલા સિકલસેલ CPD અતિ જોખમી પ્રેગનન્સી હોવા ના કારણે (VHR,BMI ઓછું)સગર્ભા ને મોસનપાડા ગામથી વ્યારા સિવિલ ખસેડવામાં આવ્યા હતા અતિ જોખમી હોવાથી વ્યારા સિવિલથી તેને સિવિલ હોસ્પિટલ સુરત ૧૦૮ એમ્બ્યુલન્સમાં લઈ હોસ્પિટલ તરફ લઈ જતા રસ્તામાં અસહ દુખાવો ઉપડતા દર્દીને ચેક કરતા લાગ્યું કે એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી પડશે તેથી એમ્બ્યુલન્સમાં રહેલ જરૂરી સાધન ની તૈયારી કરી ને ઇએમટી આનંદભાઈ ગોસ્વામી અને પાયલોટ દીપેશ ગામિત એમ્બ્યુલન્સની રસ્તાની સાઈડ પર ઉભી રાખીને અમદાવાદ હેડ ઓફિસમાં રહેલ ડોક્ટર ની સલાહ મુજબ એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાનો નિર્ણય લેતા ગર્ભવતી મહિલા ને 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ પ્રસુતિ કરાવતા મહિલાએ નવજાત શિશુનો જન્મ આપ્યો. અને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ સુરત ૧૦૮ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતાં.દર્દી અને તેના સગા સંબંધી જોઈએ 108 એમ્બ્યુલન્સ ના કર્મચારીઓનો આભાર માન્યો તથા ૧૦૮ જિલ્લા અધિકારી મયંક ચૌધરી તથા પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠક્કર વતી વ્યારા સિવિલ IFT 108 ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
આપણી તાપી જિલ્લાની તમામ 108 ટીમ કોઈપણ કટોકટી ના સમય હંમેશા તૈયાર છે અને કઈપણ બનાવો કે ઇમરજન્સી માં બને તો તાત્કાલિક 108 ઈમરજન્સી નો સંપર્ક કરવા વિનંતી
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
