ભગવા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં મુસ્લિમ બાળકોએ રોજા રાખી ખુદાને બંદગી અદા કરી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઈસ્લામ ધર્મમાં રમજાન મહિનાને સૌથી પાક માનવામાં આવ્યો છે ત્યારે ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ભગવા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં મુસ્લિમ પરિવારનાં નાના ફૂલ જેવાં બાળકો સલમાન ઇરફાન પટેલ (ધોરણ-૧), તાહિર સાકીર ખલીફા (ધોરણ-૪), મુઆઝ સાદીક ખલીફા (ધોરણ-૫), ઈરશાદ ઇરફાન ખલીફા (ધોરણ-૫), રૈહાન સાજીદ ખલીફા (ધોરણ-૫) તથા માહેરા સલીમ ખલીફા (ધોરણ-૫) એ પવિત્ર રમજાન માસ નિમિત્તે રોજા રાખ્યા હતાં. આ નાના બાળકો દ્વારા પવિત્ર રમજાન માસ નિમિત્તે અન્ય લોકો જે રીતે રોજા રાખે છે અને રોજા ખોલે છે તે મુજબ વહેલી સવારે રોજા રાખ્યા હતાં અને સાંજનાં સમયે રોજા ખોલી ખુદાની ઈબાદત કરી દુઆઓ કરી હતી.
ઈસ્લામ ધર્મમાં ખૂબ જ મહત્વનાં ગણાતાં રમજાન માસમાં તમામ મુસ્લિમ બિરાદરો અલ્લાહની બંદગીની સાથે દાન-પુણ્ય સહિત ધાર્મિક કાર્યમાં જોડાય છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને દેશમાં ભાઈચારો બની રહે તેવી બંદગી સાથે સમગ્ર રમજાન માસ ગામનાં સૌ મુસ્લિમ બિરાદરો સફળતાપૂર્વક પૂર્ણ કરે તેવી શુભકામના શાળાનાં આચાર્ય જયેશ વ્યાસ તથા ઉપશિક્ષક ગિરીશ પટેલે રમજાન માસનાં પ્રારંભે પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *