ડોલવણ પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૭/૦૩/૨૦૨૬ ના રોજ શ્રી ડી.એસ. ગોહિલ, શ્રી એન.જી. પાંચાણી, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસોએ ખાનગી બાતમીદારો રોકેલ હોય તેમજ ટેકનિકલ સર્વેલન્સ આધરે તપાસ ચાલુ હોય દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ અને પો.કો. રોનકભાઇ સ્ટીવંસનને મળેલ સંયુકત બાતમી આધારે વાપી ખાતેથી ડોલવણ પો.સ્ટે.મા નોંધાયેલ સાયબર ફ્રોડના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- ગોપાલ બાલાસુબ્રમણિયમ ઇયેર ઉ.વ.૪૭ રહે.એ-૨૦૩ પ્રાયોશાબ્લીશ બીલ્ડીંગ, ડીંડોલી સુરતને તા.૧૭/૦૩/૨૦૨૬ ના રોજ પકડી પાડી આગળની વધુ કાર્યવાહી અર્થે ડોલવણ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
શ્રી ડી.એસ. ગોહિલ, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. તાપી, પો.ઇન્સ.શ્રી જે.બી. આહિર પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ધર્મેશભાઇ મગનભાઇ અને પો.કો. રોનકભાઈ સ્ટીવંસનએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
