હાલો ભેરુ ગામડે…ડાંગરનાં પાકથી ઉભરાતા લીલાછમ ખેતરોની હારમાળાનું આહલાદક દ્રશ્ય
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઉનાળુ ડાંગરની ખેતી ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેમની આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે અને જગતની જરૂરિયાત પણ પૂર્ણ કરે છે. અહીં ડાંગરનાં પાકથી ઉભરાતા લીલાછમ ખેતરોની હારમાળાનું આહલાદક દ્રશ્ય આંખોને જાણે કુદરતી ઠંડક બક્ષે છે. કાળઝાળ ગરમી તથા કમોસમી વરસાદની આગાહી વચ્ચે ખેડૂતોની મહેનત અને ધરતીની ફળદ્રુપતાને ઉજાગર કરતી આ તસવીર ઓલપાડ તાલુકાનાં કરંજ અને કમરોલી ગામને જોડતાં માર્ગે કેમેરામાં કેદ થઈ હતી.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
