તાપી જિલ્લામાં “PM-RAHAT” યોજનાની અમલવારી અંગે 16મી માર્ચે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.14 :- ભારત સરકારની માર્ગ અકસ્માત પીડિતોને આશીર્વાદરૂપ એવી “PM-RAHAT” યોજનાની જિલ્લામાં અસરકારક અમલવારી અને સંકલન સુનિશ્ચિત કરવા માટે તા. 16મી માર્ચે સવારે 11.30 કલાકે તાપી જિલ્લા કલેક્ટર ડો. વિપીન ગર્ગના અધ્યક્ષતામાં કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાશે.
આ બેઠક યોજના સંબંધિત પૂર્વતૈયારીઓ, આયોજન અને અમલીકરણની સમીક્ષા કરવામાં આવશે. “PM-RAHAT” યોજના અંતર્ગત માર્ગ અકસ્માત પીડિતોને હોસ્પિટલમાં દાખલ થયાના સાત દિવસ સુધી રૂ. 1.5 લાખ સુધીની કેશલેસ અને નિઃશુલ્ક આરોગ્ય સહાય આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રોડ સેફટી ઓથોરીટી અને ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રાલયની સૂચના મુજબ આ મહત્વાકાંક્ષી યોજના સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવી છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
