પરીવારથી વિખુટા પડેલ નાના બાળકને તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવતી નિઝર પોલીસ

Contact News Publisher

(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : આજરોજ નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારના વેલદા ટાંકી ખાતે કોઇ અજાણ્યુ આશરે નવેક વર્ષનું બાળક બે ત્રણ કલાકથી એમ જ બેસેલ હતું. જાણ થતા જ ત્યાના ફરજ પરના GRD મગનભાઈ ધરમદાસ તથા GRD હંસરાજ યુવરાજભાઇએ પુછપરછ કરતા તે ગુજરાતી ભાષા સમજતું ન હોય જેથી તેમની સ્થાનિક આદિવાસી તથા મરાઠી ભાષામાં પુછપરછ કરતા તે બાળકે પોતાનુ નામ રમેશ (નામ બદલેલ છે.) ઉ.વ.આ.૦૯ રહે,સાધવી ગામ, તા.શીરપુર જી.ધુલે (મહારાષ્ટ્ર) દેવમોગરા બાજુ તેમના ગામાના માણસો સાથે ફરવા ગયેલ અને ત્યાંથી વિખુટા પડી ગયેલ અને ફરતા ફરતા વેલદા ટાંકી ખાતે આવી ગયેલ જેથી આ બાળકને નિઝર પોલીસ સ્ટેશન લાવી પો.ઈ. સુ.શ્રી એમ.ડી. વિઠ્ઠલપરાએ આ બાળકના માતા પિતાને તાત્કાલીક શોધી કાઢવા સુચના આપી અને અ.હે.કો. જગદિશભાઈ રામસિંગભાઈ તથા પો.કો. નરેંદ્રભાઈ કાંતીલાલ તથા HG રાહુલભાઈ કિશોરભાઈએ તાત્કાલીક શિરપુરના સાધવી ગામે તેના માતા – પિતાનો કોન્ટેક્ટ કરી પરીવારથી વિખુટી પડેલ નાના બાળકને પોતાના પરીવાર સાથે સુખદ મિલન કરાવી પોલીસ પ્રજાનો સાચો સેવક કહેવતને સાર્થક કરેલ છે.

કામગીરી કરનાર ટીમ :-

પો.ઈ. સુ.શ્રી એમ.ડી. વિઠ્ઠલપરાની સુચના આધારે અહે.કો. જગદીશભાઈ રામસિંગભાઇ તથા પો.કો. નરેન્દ્રભાઈ કાંતીલાલ તથા પો.કો. મુકેશકુમાર સેંધાજી, HG રાહુલભાઇ કિશોરભાઈ, ડ્રાઇવર સંજયભાઈ વાઘ, GRD મગનભાઈ ધરમદાસ, GRD હંસરાજ યુવરાજભાઈ, GRD મુકેશભાઇ બલરામભાઇ તથા GRD સુનિલભાઈ સુભાષભાઈએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *