તાપી જિલ્લામાં આગામી ૧૬મી માર્ચે સેવાસેતુ કાર્યક્રમ હેઠળ 48 ગામોને આવરી લેવાશે

Contact News Publisher

વ્યારા, વાલોડ, સોનગઢ અને ઉકાઈ તાલુકાના નિર્ધારિત કેન્દ્રો પર યોજાશે સેવાસેતુ 2.0

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા. 13 :- તાપી જિલ્લાના છેવાડાના નાગરિકોને વહીવટી પ્રશ્નોમાં ત્વરિત ન્યાય મળે અને વિવિધ સરકારી યોજનાઓના લાભો સીધા ઘરઆંગણે પ્રાપ્ત થાય તેવા ઉમદા આશય સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સેવાસેતુ કાર્યક્રમ 2.0 (ગ્રામ્ય)’ નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી તા. 16/03/2026, સોમવારના રોજ જિલ્લાના ચાર તાલુકાઓના નિર્ધારિત કેન્દ્રો પર કેમ્પ યોજી ૪૮ જેટલા ગામોના ગ્રામજનોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવશે.

આ કેમ્પ દરમિયાન આવકના દાખલા, જાતિના પ્રમાણપત્રો, રેશનકાર્ડ સંબંધિત સુધારા, આધાર કાર્ડ અપડેશન તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓ અંગેની રજૂઆતોનું સ્થળ પર જ પરામર્શ કરી નિરાકરણ લાવવામાં આવશે.

તાલુકાવાર કેન્દ્રો અને સમાવિષ્ટ ગામોની વાત કરીએ તો વ્યારા તાલુકાના ચીખલી પ્રાથમિક શાળા ખાતે યોજાનારા આ કેમ્પમાં ચીખલી સહિત મદાવ, જેતવાડી, મુસા, વાઘઝરી, બેડકુવા નજીક, રામપુરા નજીક, ઇન્દુ, મગરકુઈ, ભોજપુર નજીક, દડકવણ, કાનપુરા, વિરપુર, તાડકુવા, કાટગઢ અને સરકુવા જેવા ગામોના નાગરિકોને વહીવટી સેવાઓનો લાભ મળશે.

સોનગઢ તાલુકાના ટોકરવા (સેગુપાડા) પ્રાથમિક શાળા ખાતે કેમ્પ યોજાશે. જેમાં સેગુપાડા ઉપરાંત ચાંપાવાડી, રામપુરા કોઠાર, ગાયસાવર, બાલ અમરાઈ, ચાપલધરા, ઓટા ટોકરવા, મોટી ભુરવાણ, નાની ભુરવાણ, ચીમકુવા, ખોખસા, મેઢસીંગી, હીરાવાડી, આંબા અને દોણ ગામના ગ્રામજનોને આવરી લેવામાં આવશે.

વાલોડ તાલુકાના કણજોડ પ્રાથમિક શાળા ખાતે આયોજિત કેમ્પમાં કણજોડ, ડુમખલ, કુંભીયા, અધ્યાપોર, જામણીયા, અલગટ, ભીમપોર અને મોરદેવી ગામના લાભાર્થીઓ પોતાની રજૂઆતો અને સરકારી સેવાઓનો લાભ લઈ શકશે.

ઉકાઈ તાલુકાના સાતકાશી પ્રાથમિક શાળા ખાતે યોજાનારા કાર્યક્રમમાં સાતકાશી સહિત આમલપાડા, બાવલી, સેરૂલા, બુંદા, જુની કુઈલીવેલ, પાઘડધુવા, જુની સેલટીપાડા અને બુધવાડાના ગ્રામજનોને સેવાસેતુ હેઠળ ઘરઆંગણે લાભો પૂરા પાડવામાં આવશે

તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંબંધિત ગામોના નાગરિકોને આ સેવાસેતુ કેમ્પનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *