ધોરણ-10 ના કુલ 519 વિદ્યાર્થીઓએ ગુજરાતી વિષયની પરીક્ષા આપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 13 :- તાપી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા એસ.એસ.સી. પરીક્ષાના ઝોનલ ઓફિસર તરફથી પ્રાપ્ત આંકડાકીય વિગત અનુસાર, તા.13/03/2026 ના રોજ કુલ 527 પૈકી 519 વિદ્યાર્થીઓએ ગુજરાતી (SL) ની પરીક્ષા આપી હતી.
નોંધનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ તા. 26/02/2026 થી તા. 18/03/2026 તેમજ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ તા. 26/02/2026 થી તા. 16/03/2026 દરમિયાન આયોજિત પરીક્ષાઓ અંતિમ ચરણમાં પહોંચી છે. તમામ પરીક્ષાઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
