કોબા પ્રાથમિક શાળા ખાતે બાલુભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડની કોબા પ્રાથમિક શાળા ખાતે ગામનાં વતની બાલુભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે તિથિ ભોજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાનાં વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષની જેમ બાલુભાઈનાં પરિવારજનો દ્વારા પ્રેમ અને લાગણી સાથે તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતું. આ અવસરે વિદ્યાર્થીઓને પ્રોત્સાહનરૂપે શૈક્ષણિક કીટ પણ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે બાલુભાઈનાં સેવાભાવને યાદ કરી શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલ સહિત ઉપસ્થિત સ્ટાફગણ, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા વાલીજનોએ આવી દાતારી પરંપરા ચાલુ રાખવા બદલ તેમનાં પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other