સી.ડી. પચ્ચીગર કોલેજ ઓફ હોમિયોપેથીક મેડિસિન એન્ડ હોસ્પિટલ દ્વારા મફત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં મોરથાણ ગામે સી.ડી. પચ્ચીગર કોલેજ ઓફ હોમિયોપેથીક મેડિસિન એન્ડ હોસ્પિટલ દ્વારા મફત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં હૃદય રોગ, ઉચ્ચ રક્તચાપ (બ્લડ પ્રેશર), ફેફસાંના રોગ (દમ/અસ્થમા), ડાયાબિટીસ, સાંધાનાં દુઃખાવા, ત્વચાનાં રોગ અને સ્ત્રી માસિક સંબંધિત રોગોની તપાસ કરવામાં આવી હતી. તમામ પ્રકારનાં બ્લડ અને યુરિન રિપોર્ટ અને એક્સ-રે અને સોનોગ્રાફીમાં ૫૦ % રાહત જાહેર કરવામાં આવી હતી.

ગામનાં કમિલેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે તારીખ ૮ માર્ચ ૨૦૨૬ ને રવિવારનાં રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૩૦ કલાક દરમિયાન યોજાયેલ આ કેમ્પનો બહોળા પ્રમાણમાં ગ્રામજનોએ લાભ લીધો હતો. ડો. જીલ્સા અલ્પેશભાઈ સુરતીનાં જણાવ્યા અનુસાર સદર કેમ્પમાં લોકોને આરોગ્ય સંબંધિત સેવાઓ મફતમાં આપવામાં આવી હતી, જ્યારે વધુ તપાસ માટે ૫૦ % રાહત આપવામાં આવી હતી.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other