સોનગઢનો ઘરફોડ ચોરીનો ગુનો શોધી કાઢી કાયદાના સંધર્ષમાં આવેલ બે કિશોરો પાસેથી મુદ્દામાલ કબજે કરતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી,ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. જી.તાપી તથા પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, જી.તાપીના અધિકારી/કર્મચારીઓ સાથે સોનગઢ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સાથેના એ.એસ.આઇ. જગદિશ જોરારામ તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહને ખાનગી બાતમીદારો મારફતે સંયુક્ત બાતમી મળેલ કે, તા.૦૬/૦૩/૨૦૨૬ના રોજ સોનગઢ અમનપાર્ક સોસાયટી ખાતે બનેલ ચોરીના બનેલ બનાવમાં સંડોવાયેલ ઇસમો સોનગઢ દશેરા કોલોની પ્રાથમિક સ્કુલ પાસે આવેલ ખાલી મેદાનમાં બેસી ચોરીના પૈસાના ભાગ પાડવા બેસેલ છે જે પૈકી એક ઇસમે પોતાના શરીરે સફેદ કથ્થઇ કલરની લાઇનીંગવાળો ફુલ બાંયનો શર્ટ, તથા સફેદ કલરની જીન્સ પેન્ટ પહેરેલ છે તેમજ બીજા ઇસમે સફેદ કલરની હાફબાંયની ટીશર્ટ, તથા કમરે મહેંદી કલરનો ટ્રેક પેન્ટ પહેરેલ છે. વિગેરે બાતમી હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ જઇ ખરાઇ/ખાત્રી કરતા ત્યાં આગળ બાતમી હકિકત વર્ણનવાળા બે ઇસમો મળી આવતા તેની ગુનાના કામે પ્રાથમિક પુછપરછ કરતા તેઓએ ગુનાની કબુલાત કરેલ હોય કાયદાના સંઘર્ષમાં આવેલ બે કિશોરોને પકડી પાડી, પકડાયેલ બન્ને સગીરોને તેમના વાલીવારસોને હાજરીમાં પુછપરછ કરતા તેમણે રમઝાન મહિનો ચાલતો હોય કપડાની ખરીદી કરવા રૂપીયાની જરૂર હોય આ મુદ્દામાલ પોતાની સાથેના અન્ય એક કિશોરની સાથે મળી સોનગઢ ખાતે આવેલ અમનપાર્ક સોસાયટી ખાતે એક બંધ મકાનના પાછળના ભાગે લાકડાની સીડી દ્વારા ટોયલેટની બારીનો કાચ તોડી મકાનમાં ધુસી ટોયલેટનો દરવાજો ડોલ વડે તોડી ઘરમા પ્રવેશ કરી તે ઘરની કબાટમાં મુકેલ ચાંદિ જેવા ઘરેણા, રોકડા રૂપીયા તથા બે મોબાઇલ ફોનની ચોરી કરેલાની કબુલાત કરતા હોય, પકડાયેલ બન્ને સગીરો પાસેથી રોકડા રૂ. ૧૬,૩૭૦/-, સફેદ કલરની ધાતુના કડા જોડી-૦૧ (નંગ-૦૨), સફેદ કલરની ધાતુના સાંકડા નંગ- ૦૨, તેમજ મોબાઇલ ફોન નંગ- ૦૨ આશરે કિં.રૂ. ૩૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૫૧,૩૭૦/- નો મુદ્દામાલ કબજે કરી મુદ્દામાલ બાબતે તપાસ કરતા સોનગઢ પો.સ્ટે. ખાતે ગુનો દાખલ થયેલ હોય પકડાયેલ બન્ને કિશોરોને તા.૦૯/૦૩/૨૦૨૬ ના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન ખાતે સોંપી અન્ય એક કિશોરને વોન્ટેડ જાહેર કરેલ છે.

મળી આવેલ મુદ્દામાલ :-

(૧) રોકડા રૂ. ૧૬,૩૭૦/-, (૨) સફેદ કલરની ધાતુના કડા જોડી-૦૧(નંગ-૦૨), (૩) સફેદ કલરની ધાતુના સાંકડા નંગ- ૦૨ (૩) રીયલમી કંપનીનો મોબાઇલ ફોન જેના IMEI નં.- 860675059458537, 860675059458329ના છે, તથા એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન જેના IMEI નં.- 3501637203858, 3508965203858ના છે. જે બંને મોબાઇલ ફોનની આશરે કિં. રૂ. ૩૫,૦૦૦/-મળી કુલ્લે કિ.રૂ.૫૧,૩૭૦/- નો મુદ્દામાલ

શોધાયેલ ગુનાઓ :-

(૧) સોનગઢ પો.સ્ટે. ખાતે પાર્ટ A ગુ.ર.નં.- ૧૧૮૨૪૦૦૪૨૬૦૫૫૫/ ૨૦૨૬ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૫, ૩૩૧(૪) મુજબ

ગુનાનો એમ.ઓ :-

રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરવાનો

કામગીરી કરનાર ટીમ :-

પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી, એલ.સી.બી. જી.તાપી તથા પો.ઇન્સ.શ્રી, જે.બી. આહિર, પેરોલ ફર્લો સ્કોર્ડ, તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી કે.આર. પટેલ, એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. જગદિશ જોરારામ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઇ, એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, હે.કો. મહાવિરસિંહ વિરૂભા, હે.કો. હરપાલસિંહ અભેસિંહ, પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, પો.કો. રવિન્દ્ર મહેન્દ્રભાઇ, પો.કો. રાહુલ દિગમ્બરભાઇ, પો.કો. હસમુખભાઇ વિરજીભાઇ, અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઈ, હે.કો. તેજશભાઇ તુલસીરાવએ કામગીરી કરેલ છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *