ઉચ્છલ તાલુકાના કુઇદા ગામેથી બોગસ ડોકટરને ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનાં પોલીસ સબ ઇન્સ્પેકટર એન.પી. ગરાસીયા તથા એ..એસ..આઇ. અજયભાઇ દાદાભાઇ, એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે, અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ વળવી તથા અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવી તથા આ.પો.કો. જયેશભાઇ બલીરામ તથા આ.પો.કો. અક્ષયકુમાર કાંતીલાલભાઇ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુપ્ત માહીતીના આધારે ઉચ્છલ તાલુકાના કુઇદા ગામ એક બોગસ ડોકટર નામે સચિનભાઇ નગીનભાઇ પાટીલ ગેરકાયદેસર રીતે કોઇ પણ પ્રકારના કાયદેસરના અધિકાર વગર મેડીકલ પ્રેકટીસ કરે છે, અને આજુબાજુના ગામમાંથી આવતા બિમાર દર્દીઓની એલોપેથિક દવાઓ આપી સારવાર કરતા હોવાની બાતમી હકીકત જાણવા મળેલ અને હાલમાં પણ તેની પ્રવૃતિ ચાલુ છે જેથી એ જગ્યા રેઇડ કરી પકાડાયેલ આરોપી સચિનભાઇ નગીનભાઇ પાટીલ ઉ.વ.પર રહે.કુઇદા ગામ તા.ઉચ્છલ જી.તાપી પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડીકલ ને લગતુ સામાનનો જથ્થો કી.રૂ. 34032/-નો મુદામાલ તપાસ અર્થે કબજે કરી તેના વિરૂધ્ધમાં ઉચ્છલ પોલીસ સ્ટેશનમા કાયદેસરની કાર્યવાહી કરેલ છે
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
શ્રી, કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટર એન.પી. ગરાસીયા તથા એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ, એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે, અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ વળવી, તથા અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવી તથા આ.પો.કો. જયેશભાઇ બલીરામ તથા આ.પો.કો. અક્ષયકુમાર કાંતીલાલભાઇએ કામગીરી કરેલ છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
