તાપી જિલ્લામાં ૧૪મી માર્ચે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજયોનલ કોન્ફરન્સ’ યોજાશે
કાર્યક્રમના પૂર્વ આયોજનના ભાગરૂપે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર.બોરાડના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૯. :- તાપી જિલ્લાના વ્યારા ખાતે આગામી ૧૪ માર્ચ, ૨૦૨૬ ના રોજ ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજયોનલ કોન્ફરન્સ’ અન્વયે યોજાનાર ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામના સુચારુ આયોજન માટે નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.આર. બોરાડના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન નિવાસી અધિક કલેક્ટરશ્રીએ કાર્યક્રમ સ્થળ પર બેઠક વ્યવસ્થા, પાર્કિંગ અને સુરક્ષા બાબતે વિવિધ વિભાગોના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ઉપસ્થિત રહેનારા આમંત્રિત મહાનુભાવો અને નાગરિકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે સુચારુ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન સાધીને કાર્યક્રમને સફળ બનાવવા સૂચનો આપ્યા હતા.
જિલ્લામાં ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહન આપી સ્થાનિક રોજગારી અને આર્થિક વિકાસની કાર્યક્ષમતામાં વધારો કરવાના શુભ આશય સાથે આ કાર્યક્રમ વ્યારા-ધુલિયા કોલેજ રોડ પર આવેલા એસ.પી. ડોમ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે આ કાર્યક્રમ યોજાશે.
સમીક્ષા બેઠકમાં વ્યારાના પ્રાંત અધિકારીશ્રી સંદીપ ગાયકવાડ, નાયબ કલેક્ટરશ્રી શ્રી નિશાંત કુગાશીયા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી ડી.ડી. સોલંકી, વ્યારા મામલતદારશ્રી મનીષભાઈ ભોઈ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહ્યા હતા.
000
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
