૫ દિવસથી વિખૂટા પડેલા ૧૯વર્ષીય યુવતીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર તાપી

Contact News Publisher

ભારત સરકાર દ્વારા પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત “સખી” વન સ્ટોપ સેન્ટર તાપી દ્વારા એકજ સ્થળેથી હિંસા પીડિત મહિલાને મદદ પુરી પાડવાની સરકારની યોજનાને પીડિતા બહેનો માટે બન્યું આશાનું કિરણ….

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૪/૦૩/૨૦૨૬ ના રોજ વ્યારા પોલીસ સ્ટેશન વ્યારા ની ૧૧૨ ની જનરક્ષક ની ગાડી ને રાત્રી ના સમયે પેટ્રોલિંગ દરમિયાન મળી આવેલ યુવતી ને લગ્ન ના ચાર માસમાં જ સાસરિયા દ્વારા ત્રાસ આપતા ગુસ્સા માં તેઓ ઘરે થી નીકળી તેઓ જલગાંવ થી વ્યારા સુધી આવી ગયેલ અને તેમને વ્યારા બસ સ્ટોપ ખાતે એકલા બેસેલા જોઈ તેઓને આશ્રય ની જરૂર જણાતા તેમને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે લાવવામાં આવેલ.તેમનું કાઉન્સેલિંગ કરતા આશ્રિત બહેન દ્વારા જણાવવામાં આવેલ કે તેઓ ચીંચોલી ગામના તા.યાવલ, જિલ્લો-જલગાંવ, રાજ્ય-મહારાષ્ટ્રના હોવાનું જણાવતા હતા અને મરાઠી ભાષા બોલતા હતા. ત્યારે સખી વન સ્ટોપ સેન્ટર તાપીના કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર દ્વારા યાવલ તાલુકાના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી નો સંપર્ક કરી અજાણી મળી આવેલ યુવતીના નામ સરનામા વિશે માહિતી આપી હતી અને ત્યારબાદ યાવલ પોલીસ સ્ટેશન દ્વારા તેમના પરીવારનો સંપર્ક કરવામાં આવેલ ત્યારે આશ્રિત બહેન ના પતિ અને સાસરિયાં વાળા તેમને સાથે રાખવા માંગતા ના હોવાથી તેમના પિતા રહે.સાકેગાંવ,તા. ભુસાવલ,જિલ્લો,જલગાંવ નો સંપર્ક કરતા આશ્રિત બહેનને લેવા માટે તેમના પિતા અને મામા ને સખી વન સ્ટોપ સેન્ટર તાપી ખાતે મોકલવામાં આવેલ ત્યારે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચનાબેન પટેલ મેડમ ના માર્ગદર્શન હેઠળ આજરોજ તા. ૦૬/૦૩/૨૦૨૫ના રોજ સખી વન સ્ટોપ સેન્ટર તાપી દ્વારા પાંચ દિવસથી પરિવાર થી વિખુટી પડી ગયેલ યુવતીનું તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યુ.

આમ મહિલા અને બાળ અધિકારીશ્રી ની કચેરી તાપી સંચાલિત ભારત સરકાર પુરસ્કૃત ‘સખી’ વનસ્ટોપ સેન્ટર તાપીના જિલ્લા મહિલા અને બાળ આધિકારીશ્રી સુલોચનાબેન પટેલ મેડમ તથા દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી ધર્મેશભાઈ વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ સખી વન સ્ટોપ સેન્ટર તાપીના કેન્દ્ર સંચાલક મધુબેન પરમાર અને ટીમ દ્રારા યુવતીને તેમના પરિવાર સાથે મિલન કરાવતા તેમના પરિવાર દ્રારા ‘સખી’ વન સ્ટોપ સેન્ટર તાપીનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *