રસ્તા પર આમતેમ ભટકતા માનસિક રીતે અસ્વસ્થ મહિલાને સુરક્ષિત આશ્રય અપાવતી અભયમ ટીમ બારડોલી

Contact News Publisher

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) :  આજ રોજ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક અજાણી માહિલા એકલાં બેસી રહે છે.તેમના વર્તન પરથી તેવો માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું લાગે છે.મહિલા રાત ના સમયે અહીંયા આમતેમ ભટકે છે .તેથી મહિલા નું કાઉન્સેલિંગ કરવા માટે 181 ટીમ ની મદદની જરૂર છે.

કોલ આવતાની સાથે જ 181 અભયમ બારડોલી ટીમનાં કાઉન્સિલર તૃપ્તિ પટેલ, મહિલા પોલીસ વનીતાબેન ચૌધરી અને પાયલોટ સુધાંશુભાઈ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચે છે ત્યારે જોયું છે કે મહિલા રસ્તા પર આમતેમ ભાગતા ફરતા હતાં તેમની પાસે જઈ ટીમ દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરવાનો પ્રયત્ન કરેલ પરંતુ મહિલા સતત અપશબ્દ બોલતા હોય તેમજ તેમનું વર્તન વ્યવહાર માનસિક રીતે અસ્વસ્થ હોય તેવું હતું અને સરખો પ્રત્યુતર આપતાં ના હોય. તેમજ મહિલા રાતે રસ્તા પર આમતેમ ભટકતા હોય તેથી મહિલાને આશ્રયની જરૂર જણાતા 181 ટીમ દ્વારા મહિલાને નજીકનાં આશ્રય ગૃહમાં સુરક્ષિત આશ્રય અપાવેલ..

આમ એક માનસિક રીતે અસ્વસ્થ મહિલાને રખડતું ભટકતું જીવન જીવવા કરતાં વ્યવસ્થિત અને સારી રીતે સુરક્ષિત જીવન જીવે તે માટે અભયમ ટીમ દ્વારા મહિલાને સુરક્ષિત રીતે આશ્રય ગૃહમાં આશરો અપાવેલ.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *