માંગરોળ તાલુકાનાં કોસંબામાં વધુ એક કોરોનાનો રિપોર્ટ  પોઝીટીવ આવ્યો

ફાઈલ તસ્વીર

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) :   માંગરોળ તાલુકાનાં કોસંબા ખાતે એક અઠવાડિયા પહેલાં એક મહીલાનો કોરોનાં વાઇરસનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, ત્યારબાદ આજે વધુ એક મહીલાનો રીપોર્ટ પોઝીટીવ આવતા સમગ્ર કોસંબા પંથકમાં દોડધામ મચી જવા પામી છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ સહીતનું વહીવટીતંત્ર દોડતું થઇ ગયું છે કોસંબાની પુષ્પકુંજ સોસાયટીની પાછળ આવેલ જનતા ડેરીની ૬૩ વર્ષીય મહિલાનો કોરોનાં વાઇરસનો  રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.ગત ૨૨ મી મે નાં રોજ આ મહીલાની પુત્રીનો કોરોનાં વાઇરસનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

પુત્રીના સંપર્કમાં માતા આવતા માતાનો પણ કોરોના વાઇરસનો રીપોર્ટ  પોઝિટીવ આવ્યો છે.આ મહીલાને માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા સારવાર માટે સુરતની સીવીલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે. સુરત જિલ્લામાં આ મહીલા સાથે કોરોનાં વાઈરસનાં પોઝીટીવ દર્દીઓની સંખ્યા ૯૮ ઉપર પોહચી છે.  કોસંબા પોલીસ મથકમાં જ કોસંબા ગામ આવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *