ડોલવણ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૦૯/૧૦/૨૦૨૪ ના રોજ શ્રી ડી.એસ. ગોહીલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ, તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ તથા અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇને મળેલ બાતમી આધારે વ્યારા જુના બસ સ્ટેન્ડ ખાતેથી ડોલવણ પો.સ્ટે.મા નોંધાયેલ છેતરપીંડીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો આરોપી- પ્રમોદકુમાર શંભુદયાળ પ્રણામી ઉ.વ.૨૫ રહે.કમલપાર્ક સોસાયટી વરાછા સુરત મુળ રહે.સુરાલી તા.કાલપી થાના.કાલપી જી.જાલોન યુ.પી. તા.૦૯/૧૦/૨૦૨૪ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પો.સ્ટે.ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહીલ એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઈ.શ્રી, એન.એસ. વસાવા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો. ધર્મેશભાઇ મગનભાઇ, હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઈ, પો.કો. અરૂણભાઈ જાલમસિંહ, અ.પો.કો. રોનકકુમાર સ્ટીવનસનભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના અ.પો.કોન્સ. હસમુખભાઇ વીરજીભાઇ, પો.કો. ધનજયભાઇ ઇશ્વરભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
