સોનગઢ પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુન્હામાં છેલ્લા છ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહીલ, પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ.શ્રી જે.બી. આહિર એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ, તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહ તથા અ.પો.કો. વિનોદભાઇ ગોકળભાઇને મળેલ બાતમી આધારે સોનગઢ આરટીઓ પાસેથી સોનગઢ પોલીસ સ્ટેશનમા નોંધાયેલ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો મુકેશભાઇ બાબુભાઇ કસવાલા ઉ.વ.૪૧ હાલ રહે. ઇ-૧૧૦૪ રીવર હેવન, શ્યામધામ મંદિર પાસે કામરેજ તા.કામરેજ જી.સુરત મુળ રહે-રાજુલા ભેરાઇ રોડ તા.રાજુલા જી.અમરેલીનાને તા.૦૮/૧૦/૨૦૨૪ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પો.સ્ટે.ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. શ્રી ડી.એસ. ગોહીલ એલ.સી.બી. તાપીની સુચનાથી પો.સ.ઇ.શ્રી, જે.બી. આહિર, એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તથા પેરોલ/ફર્લો સ્કોડ-તાપીના અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો. બ્રિજરાજસિંહ રસિકસિંહ, અ.પો.કો. વિનોદભાઈ ગોકળભાઈએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
