સોનગઢ નગર આગામી 10 દિવસ સુધી બંધ રાખવાનો સોનગઢ નગર સમિતિ દ્વારા નિર્ણય લેવાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ નગરને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે સોનગઢ નગરપાલિકાની સમગ્ર ટીમ તેમજ ગામના આગેવાનોએ આજરોજ મિટિંગ કરી સોનગઢ નગર સમિતી દ્વારા સોનગઢ ગામને બંધ કરવાનો નિર્ણય લીધો છે આવતી કાલથી એટલે કે તા.22મી થી સોનગઢ માં અનાજ કરિયાણાની તમામ દુકાનો હાલની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈ આગામી 30 મી એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ રહેશે એવો નિર્ણય સર્વાનુમતે લેવાયો. સોનગઢ નગરમાં તારીખ 23 મી એપ્રિલથી શાકભાજી અને ફ્રૂટની લારીઓ બંધ કરાવવામાં આવશે જેની નગરજનોએ નોંધ લઈને સહકાર આપવા વિનંતી કરાઈ છે. આપણે બધા ઘરમાં જ રહીએ લોકડાઉનનું પાલન કરીએ અને કોરોનો વાયરસ સામેના સંઘર્ષમાં વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ ને સહકાર આપીએ એવી સોનગઢ નગર સમિતિ દ્વારા તમામ ગ્રામજનોને વિનંતિ કરાઈ છે.
સોનગઢ નગરને સુરક્ષિત રાખવા માટે સોનગઢ નગરપાલિકા ની સમગ્ર ટીમ તેમજ ગામના આગેવાનો એ સોનગઢ ગામને બંધ કરવાનો નિર્ણય લીધો છે એ સરાહનીય છે સોનગઢ નગર સમિતિ અભિનંદનને પાત્ર છે.

About The Author

1 thought on “સોનગઢ નગર આગામી 10 દિવસ સુધી બંધ રાખવાનો સોનગઢ નગર સમિતિ દ્વારા નિર્ણય લેવાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other