કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વ્યારા દ્વારા તાપી જિલ્લાના ખેડૂતોને હાલના સંજોગોમાં ખેતી પાકો અંગે માર્ગદર્શન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,વ્યારા દ્વારા તાપી જિલ્લાના ખેડૂતોને હાલના સંજોગોમાં ખેતી પાકો અંગે માર્ગદર્શન
૧. ઉનાળુ ડાંગર :
અ. ડાંગરના ખેતરના સર્વેક્ષણ પછી જો ડાંગરમાં ગાભમારાની ઇયળનો ઉપદ્રવ તેના આર્થિક નુકસાન કરતા સ્તરને પાર કરે તો, કાર્બોફ્યુરાન ૩જી ૩૩ કિ.ગ્રા./હેક્ટર અથવા ક્લોરાન્ટ્રાનિલિપોલ ૦.૪ જી.આર. ૧૦ કિ.ગ્રા./હેક્ટર પ્રમાણે જમીનમાં આપવું. અથવા ક્લોરાન્ટ્રાનિલિપોલ ૧૮.૫ એસ.સી. ૧૦ મિ.લિ./૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો.
બ. ડાંગરમાં ગાભે આવવાની અવસ્થા હોવાથી ભલામણ કરેલ ખાતરનો ત્રીજો હપ્તો આપવો.
ક. જરૂરીયાત મુજબ પિયત આપવું.
૨. શેરડી :
અ. સમયસર ભલામણ કરેલ ખાતરનો હપ્તો આપવો.
બ. શેરડીને પાળા ચડાવવા ત્યારબાદ પિયત આપવું.
ક. શેરડીમાં ટોચ વેધક/ડૂંખ વેધકનો ઉપદ્રવ અટકાવવા માટે અગાઉથી કાર્બોફ્યુરાન ૩ જી. ૩૩ કિ.ગ્રા./હેક્ટર દીઠ જમીનમાં આપવું.
૩. તેલીબિયાં અને કઠોળ :
૩.૧ મગફળી :
અ. સામાન્ય રીતે આ સમયગાળોએ ફૂલ અવસ્થા અથવા સોયા બેસવાની અવસ્થા હોવાથી પાણી આપવું ખૂબ જ જરૂરી છે.
બ. મગફળીમાં ટપકાંનો રોગ જણાય તો, હેક્ઝાકોનાઝોલ ૫ ઇ.સી.ને ૧૦ મિ.લિ./૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો.
ક. ચૂસિયા પ્રકારની જીવાતના ઉપદ્રવમાં, પ્રારંભિક તબક્કાના કિસ્સામાં પીળાં ચીકણાં પીંજર લગાવવા તથા લીમડાના તેલ યુક્ત દવાનો ૪૦-૫૦ મિ.લિ./૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો. વધુ પડતા ઉપદ્રવમાં ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મિ.લિ./૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો.
૩.૨ તલ :
અ. જરૂરીયાત મુજબનું પિયત આપવું.
બ. ચૂસિયા પ્રકારની જીવાતના ઉપદ્રવમાં, પ્રારંભિક તબક્કાના કિસ્સામાં પીળાં ચીકણાં પીંજર લગાવવા તથા લીમડાના તેલ યુક્ત દવાનો ૪૦-૫૦ મિ.લિ./૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો. વધુ પડતા ઉપદ્રવમાં ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મિ.લિ./૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો.
ક. તલના પર્ણગુચ્છના રોગ નિયંત્રણ માટે ચૂસીયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ અટકાવવો તથા રોગિષ્ઠ છોડ ભેગાં કરી તેનો નાશ કરવો.
૩.૩ મગ :
અ. પાકને જરૂરીયાત મુજબનું પાણી તથા ભલામણ મુજબ ખાતરનો હપ્તો આપવો.
બ. લીલી ઇયળના ઉપદ્રવમાં એક એકર દીઠ ૫ ફેરોમોન ટ્રેપ લગાવવા જોઇએ, પ્રારંભિક તબક્કાના ઉપદ્રવમાં લીમડાના મીંજનું ૫% દ્રાવણ (૫૦ મિ.લિ./૧૦ લિટર અથવા એઝાડીરેક્ટીન ૧૦૦૦૦ પી.પી.એમ. ૧૦ મિ.લિ./૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો. વધુ પડતા ઉપદ્રવમાં ક્લોરપાયરીફોસ ૨૦ ઇ.સી. ૨૦ મિ.લિ./૧૦ લિટર અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇ.સી. ૨૦ મિ.લી./૧૦ લીટર અથવા એમામેક્ટીનબેન્ઝોએટ ૫ એસ.જી. ૩ ગ્રામ/૧૦ લીટર પ્રમાણે છંટકાવ કરવો.
ક. મોલો(મદરી)નો ઉપદ્રવ જણાય તો પ્રારંભિક તબક્કાના કિસ્સામાં પીળા ચીકણાં પીંજર લગાવવા તથા લીમડાના તેલ યુક્ત દવાનો ૪૦-૫૦ મિ.લિ./૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો. વધુ પડતા ઉપદ્રવમાં ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મિ.લિ./૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો.
૪. ફળ પાક :
૪.૧ આંબા :
અ. ભૂકીછારો જણાય ત્યારે હેક્ઝાકોનાઝોલ ૫ ઇ.સી. ૧૦ મિ.લિ./૧૦ લિટર પ્રમાણે દવાનો છંટકાવ કરવો.
બ. ફળમાખીનો ઉપદ્રવ અટકાવવા માટે અગાઉથી હેક્ટર દીઠ ૧૨ થી ૧૫ ફળમાખી ટ્રેપ લગાવવા.
ક. ફૂલ અને ફળ ખરતાં જણાય ત્યારે હોર્મોન અને /અથવા સૂક્ષ્મતત્વોયુક્ત ખાતરનો છંટકાવ કરવો.
૫. શાકભાજી પાક :
૫.૧ શિયાળુ ભીંડા અને રીંગણ :
અ. પાકને જરૂરીયાત મુજબ પિયત તથા ભલામણ મુજબ ખાતરનો હપ્તો આપવો.
બ. ડૂંખ અને ફળ કોરી ખાનાર ઇયળના નિયંત્રણ માટે શરૂઆતમાં નુકશાન પામેલ ફળ અને ડૂંખો ભેગા કરી તેનો નાશ કરવો, પ્રતિ હેક્ટરે ૬૦ ફેરોમોન ટ્રેપ લગાવવા તથા બ્યુવેરીયા બાસીઆના ૪૦-૫૦ ગ્રામ/૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો. વધુ પડતો ઉપદ્રવ જણાય ત્યારે ક્લોરપાયરીફોસ ૫૦ ઇ.સી. ૨૦ મિ.લિ./૧૦ લિટર અથવા પ્રોફેનોફોસ ૫૦ ઇ.સી. ૨૦ મિ.લિ./૧૦ લીટર અથવા ઇમામેક્ટીનબેન્ઝોએટ ૫ એસ.જી. ૩ ગ્રામ/૧૦ લિટર પ્રમાણે દવાનો છંટકાવ કરવો.
ક. ચૂસિયા પ્રકારની જીવાતના ઉપદ્રવમાં, પ્રારંભિક તબક્કાના કિસ્સામાં પીળાં ચીકણાં પીંજર લગાવવા તથા લીમડાના તેલ યુક્ત દવાનો ૪૦-૫૦ મિ.લિ./૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો. વધુ પડતા ઉપદ્રવમાં ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસ.એલ. ૩ મિ.લિ./૧૦ લિટર પ્રમાણે છંટકાવ કરવો.
ડ. ફૂલ અને ફળ ખરતાં જણાય ત્યારે હોર્મોન અને / અથવા સૂક્ષ્મતત્વોયુક્ત ખાતરનો છંટકાવ કરવો.
ઇ. સમયસર વીણી કરીને બજારમાં વેચાણ અર્થે પહોંચાડવું.
૫.૨ વેલાવાળા શાકભાજી :
અ. પાકની જરૂરીયાત મુજબ પાણી અને ભલામણ મુજબના ખાતરનો હપ્તો આપવો.
બ. ફૂલ અને ફળ ખરતાં જણાય ત્યારે હોર્મોન અને/અથવા સૂક્ષ્મતત્વો યુક્ત ખાતરનો છંટકાવ કરવો.
ક. ફળમાખીનો ઉપદ્રવ અટકાવવા માટે અગાઉથી હેક્ટર દીઠ ૧૨ થી ૧૫ ફળમાખી ટ્રેપ લગાવવા.
ડ. સમયસર વીણી કરીને બજારમાં વેચાણ અર્થે પહોંચાડવું.
૫.૩ તરબૂચ :
અ. પાકની જરૂરીયાત મુજબ પિયત અને ભલામણ મુજબના ખાતરનો હપ્તો આપવો.
બ. ફળમાખીનો ઉપદ્રવ અટકાવવા માટે અગાઉથી હેક્ટર દીઠ ૧૨ થી ૧૫ ફળમાખી ટ્રેપ લગાવવા.
ક. લાલ કોળાના ઢાલિયા અને ફળમાખીના નિયંત્રણ માટે ૫ થી ૬ મીથાઇલ યુજીનોલ ટ્રેપ પ્રતિ હેક્ટર અગાઉથી લગાવવા.
ડ. પીળીયા રોગના નિયંત્રણ માટે ચૂસીયા પ્રકારની જીવાતો ખાસ કરીને સફેદ માખીનું નિયંત્રણ શરૂઆતથી જ રાખવું.
ઉપરોક્ત માહિતી ઉપરાંત, તાપી જિલ્લામાં કૃષિ વિભાગ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની કચેરી, જિલ્લા પંચાયત, વ્યારા, જિ. તાપી દ્વારા ખેડૂતો માટે પ્રતિકૂળ સંજોગોમાં ખેતી અંગે માર્ગદર્શન માટે એક કન્ટ્રોલ રૂમ (ફોન નં. ૦૨૬૨૬-૨૨૦૩૬૫) ની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.