DRDA તાપી દ્વારા ડોલવણ તાલુકા ખાતે અટલ પેન્શન યોજના અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો
18 જેટલી બેંક સખી અને FLCRP અને બેંક મિત્ર એ સફળતા પૂર્વક તાલીમ પુરી કરી
–
અટલ પેન્શન યોજનામાં તાપી જિલ્લાનો ગુજરાત રાજ્યમાં બીજો નંબર- લીડ બેંક મેનેજર તાપીશ્રી રસિક જેઠવા
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૧ આજરોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી દ્વારા ડોલવણ તાલુકા ખાતે અટલ પેન્શન યોજના અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં લીડ બેંક મેનેજર તાપી શ્રી રસિક જેઠવા એ આ યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લાનો ગુજરાત રાજ્ય માં FY2022-23ના વર્ષમાં ત્રીજો ક્રમ હતો. ચાલુ નાણાકીય વર્ષમાં તાપી જિલ્લાનો બીજો નંબર અટલ પેન્શન યોજનામાં આવે છે. આ ઉપરાંત તેમને દરેક bc સખી અને બેંક સખી બહેનોને વધુને વધુ અટલ પેન્શન યોજનાનો પ્રચાર અને આ યોજનામાં લાભાર્થીઓ ઉમેરવા અનુરોધ કર્યો હતો.
મિશન મંગલના આસી.પ્રોજેક્ટ મેનેજર શ્રી ઉમા બહેને સખી મંડળની બહેનોને અટલ પેન્શન યોજનામાં જોડાય અને પાછલી ઉમરમાં સહારો મળી રહે તે માટે વધુને વધુ સખી મંડળની બહેનોને APY અંગે જાગૃત કરવા જણાવ્યું હતું. તેમણે દરેક બેંક સખીને સપ્ટેમ્બર માસમાં વધુને વધુ apyમાં નોંધણી કરાવવા અપીલ કરી હતી.
અટલ પેન્શન યોજનાની તાલીમ FLCC ના કાઉન્સેલર શ્રી અનિલભાઈ ગામીત દ્વારા પીપીટીના માધ્યમથી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આસી.TDO શ્રી પરમાર ઉપસ્થિત રહ્યા હતા. કુલ 18 જેટલી બેંક સખી અને FLCRP અને બેંક મિત્ર એ સફળતા પૂર્વક તાલીમ પુરી કરી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી શૈલેષભાઈ TLM એ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
0000000