તાપી 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા જનરલ નર્સિંગ સ્કુલ ઇન્દુ ખાતે વિઘાર્થીનીઓને મહિલા હેલ્પલાઇન વિશે માહિતી આપી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા જનરલ નર્સિંગ સ્કુલ ઇન્દુ ખાતે વિઘાર્થીનીઓને માગૅદશૅન આપી 181 મહિલા હેલ્પલાઇન વિશે માહિતગાર કરેલ તથા એપ્લિકેશનની ઉપયોગીતા જણાવી એપ્લિકેશન ડાઉનલોડ કરાવવામા આવી હતી.
પીડિત મહિલાઓની મદદ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં નિ:શુલ્ક સેવા 181 અભયમ મહિલા હેલ્પલાઇન 24×7 કાર્યરત છે, જેમાં તાપી જિલ્લા ખાતે જનરલ નર્સિંગ સ્કુલની વિદ્યાર્થીનીઓને 181અભયમ મહિલા હેલ્પલાઇન અને 181 અભયમ એપ્લિકેશનની ઉપયોગીતા વિશે માહિતી આપવામા આવી હતી. જેમાં મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા (શારીરિક, માનસિક, જાતીય, આર્થિક તેમજ કામકાજના સ્થળે જાતીય સતામણી, લગ્નજીવન તેમજ અન્ય સંબંધોમાં વિખવાદ, જાતીય સતામણી, છેડતી અને બાળ જન્મને લગતી બાબતો, સ્ત્રી ભ્રુણ હત્યા, કાનૂની જોગવાઈઓ તેમજ સાઇબર ગુનાઓ અને સરકારી યોજનાઓ, સેવાઓ અને સહાયક માળખાની માહિતી અપાઈ હતી. 181 મોબાઈલ એપ્લિકેશન Googal Android અને Apple ios બંને પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. જે એપ્લિકેશન દ્વારા હિંસા, છેડતી, હેરાનગતિ જેવી કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં હોય ત્યારે સુરક્ષા મેળવી શકાય છે અને પેનિક બટન દબાવતા જ ઘટના સ્થળની માહિતી એપ દ્વારા હેલ્પલાઇન સેન્ટરને પહોંચાડી શકાય છે. જેમાં કટોકટી સમયે કોલ કર્યા વગર તરત મદદ મળી શકે છે અને 181 બટન દબાવતા પાંચ સગા સંબંધીઓને, મિત્રોને ઓટોમેટીક એસએમએસ થી સંદેશ મળી રહે છે જેવી ઉપયોગી માહિતી વિદ્યાર્થીનીઓને આપવામાં આવી હતી.