તાપી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્રારા નેશનલ સાયન્સ સેમીનાર સ્પર્ધા વિધાકુંજ વિદ્યાલય વિરપુર ખાતે યોજવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ગાંધીનગર સંચાલિત ગુજકોસ્ટ પ્રેરિત કલાનિકેતન જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર વ્યારા, તાપી દ્રારા વિધાકુંજ વિદ્યાલય વિરપુર ખાતે નેશનલ સાયન્સ સેમીનાર સ્પર્ધા “અન્ન એક આહાર કે માત્ર બ્રમણા” વિષય પર જીલ્લાની ૪૦ માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શાળાઓએ પી.પી.ટી./ચાર્ટ/મોડેલ રજુ કરી ભાગ લીધો. આં સ્પર્ધાથી બાળકોમાં વિજ્ઞાન પ્રત્યેનો સચોટ અભિગમ કેળવે તે હેતુ સિદ્ધ થાય તે રીતે મૂળભૂત વિજ્ઞાન વિષય પર જુદાંજુદાં બાળકોએ પોતાના વિચારો આગવી છટાથી ટેક્નોલોજીના ઉપયોગથી પ્રસ્તુત કર્યા. આં સ્પર્ધામાં કુલ – ૪૦ સ્પર્ધકોએ ભાગ લીધો જેમાં ડાયરેક્ટર કેતનભાઈ શાહ દ્રારા સૌનો અભિવાદન કરી આવકાર આપી ગણિત વિજ્ઞાન પ્રત્યે ઊંડો રસ દાખવવા બાળકોને આહવાન કર્યું. અને વધુને વધુ બાળકો સ્પર્ધાત્મક બને તેવો ભાવ દરેકના મનમાં પ્રગટે.
આં સ્પર્ધામાં ૪૦ બાળકો પૈકી પ્રથમ ક્રમે માનવ મંદિર વિદ્યાલય વિરપોરની કુમારી પલ્લવીબેન ચૌધરી દ્વિતીય ક્રમે મા શિવદુતિ સાયન્સ સ્કુલની ખુશીબેન શર્મા વિજ્ઞાન કેન્દ્ર તરફથી રોકડ પુરસ્કાર આપ્યો અને બાકીના સૌ સ્પર્ધકોને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. વિધાકુંજ વિદ્યાલય વિરપુરના અરુણાબેન રાણા અને શીલાબેન ગામીત સાથે નિર્ણાયક તરીકે કાર્યક્રમને સફળ બનાવ્યો. અંતે અલ્પાહાર કરી છુટા પડ્યા. અને વિજેતા બંને દીકરીઓ અગામી દિવસોમાં ગુજકોસ્ટ ગાંધીનગર મુકામે રાજ્ય લેવલે ભાગ લેશે.