181 અભયમ ટીમ તાપી દ્વારા મોડેલ સ્કૂલ ડોસવાડામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આપ્યું 181 હેલ્પલાઇન અને એપ્લિકેશનનું માર્ગદર્શન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પીડિત મહિલાઓની મદદ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં નિ : શુલ્ક સેવા 181 અભયમ મહિલા હેલ્પલાઇન 24×7 કાર્યરત છે જેમાં તાપી જિલ્લા ખાતે મોડેલ સ્કુલ ડોસવાડામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓને 181અભયમ મહિલા હેલ્પલાઇન અને 181 અભયમ એપ્લિકેશન ની ઉપયોગીતા વિશે માહિતી આપી.
જેમાં મહિલાઓ સાથે થતી ઘરેલુહિંસા (શારીરિક, માનસિક, જાતીય, આર્થિક તેમજ કર્યાના સ્થળે જાતીય સતમણી લગ્નજીવન તેમજ અન્ય સંબંધોમાં વિખવાદ જાતીય સતમણી છેડતી અને બાળ જન્મને લગતી બાબતો સ્ત્રી ભ્રુણ હત્યાં કાનૂની જોગવાઈઓ તેમજ સાઇબર ગુનાઓ (ટેલિફોનિક ટોકિંગ એમ.એમ.એસ. ઇન્ટરનેટ) તેમજ સરકારી યોજનાઓ, સેવાઓ અને સહાયક માળખાની માહિતી અપાઈ હતી.
મહિલા ઓની સહાય અને સુરક્ષા માટે 181 મોબાઈલ એપ્લિકેશન Googal Android અને Apple ios બંને પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે. જે એપ્લિકેશન દ્વારા હિંસા છેડતી હેરાનગતિ જેવી મુશ્કેલ પરિસ્થિતિમાં હોય ત્યારે સુરક્ષા મેળવી શકાય છે અને પેનિક બટન દબાવતા જ ઘટના સ્થળની માહિતી એપ દ્વારા હેલ્પલાઇન સેન્ટરને પહોંચાડી શકાય છે, જેમાં કટોકટી સમયે કોલ કર્યા વગર તરત મદદ મળી શકે છે અને 181 બટન દબાવતા પાંચ સગા સંબંધીઓને મિત્રોને ઓટોમેટીક એસએમએસ થી સંદેશ મળી રહે છે. મહિલા ઘટનાના ફોટો વિડિયો મેસેજ પણ સેન્ટર પર મોકલી શકે છે.
જે વિશે તાપી 181 ટીમના કન્સેલર સ્વાતિબેન ચૌધરી અને ASI જયશ્રીબેન પટેલ દ્વારા વિડિઓ બતાવી સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે તેમજ ટેસ્ટ કોલ કરવામાં આવેલ છે.
શાળા પરિવાર દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ તાપીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે.