ભારે વરસાદ અને ચક્રવાતી બિપરજોય વાવાઝોડા ની આગાહીને પગલે ૧૦૮ સેવા દ્વારા નાગરિકો માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી

Contact News Publisher

વરસાદ, બિપરજોય ચક્રવાત ને તંત્રની સૂચનાઓનું પાલન કરીને નાગરિકોએ સાવધાની અને સૂચકતા જાળવવા તંત્રની અપીલ
——-
વરસાદ, ચક્રવાત પરિસ્થિતિ લઇ ને તાપી જીલ્લા ની તમામ ૧૦૮ સેવાને એલર્ટ મોડ મૂકવામાં આવી.
——-
તાપી જીલ્લા ની ૧૦૮ સેવા ઓક્સિજન, પૂરતી દવાઓ અને સંસાધન સહિત ની સજજ કરવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી ૪ દિવસ દરમિયાન ગુજરાત ના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ, ચક્રવાતની આગાહી કરવામાં આવી છે.

જેને લઈને તાપી જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડ પર કાર્ય કરી રહ્યું છે અને ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા નાગરિકોએ શું પગલાં લેવાં તે માટેની સૂચનાઓ બહાર પાડી છે.

ચક્રવાત ની આગાહીને અનુલક્ષીને જિલ્લા કલેક્ટરની સૂચના અનુસાર જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સને એલર્ટ પર મૂકવામાં આવી છે. તમામ પ્રકારના જરૂરી પગલાં જેવાં કે જરૂરી ઓક્સિજન, દવાઓ અને ડિઝલનો જથ્થો પૂરતાં પ્રમાણમાં રાખવાં તંત્રવાહકોને સૂચના આપી છે.

આ સાથે જિલ્લાના નાગરિકો માટેની ૧૦૮ સેવા દ્વારા અપીલ તેમજ સૂચનાઓ જાહેર કરી છે.

◆ વરસાદ, ચક્રવાત દરમિયાન સલામત સ્થળે સ્થળાંતર થઈ જવું.
◆ સગર્ભા માતા અને નવજાત શિશુની ખાસ કાળજી રાખવી.
◆ વરસાદ દરમિયાન અજાણ્યાં રોડ કે વિસ્તારમાં અવારનવાર ન કરવી.
◆ નદી, નાળા કે ડેમ વિસ્તારમાં અવરજવર ન કરવી.
◆ પાકા મકાનમાં વાળા મકાનમાં રહેણાંક માં રહેવો.
◆ વાડી વિસ્તાર કરતાં ગ્રામીણ, શહેર વિસ્તારમાં રહેણાંક કરવો.
◆પશુને બાંધી રાખવાં નહીં.
◆ વીજળીથી બચવા સલામત સ્થળ અને પાકા મકાન ઉપર રહેવાનું પસંદ કરો.
◆ સગર્ભા માતાની પ્રસૂતિ નજીકના દિવસોમાં હોય તો વહેલાં તે પહેલાંના ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવી.
◆ કોઈ પણ આકસ્મિક ઘટનામાં ગભરાયા વગર ૧૦૮ સેવા અથવા મામલતદાર કચેરીનો સંપર્ક કરવો.
◆ હાથ બત્તી, મોબાઇલને પૂરતી ચાર્જ કરીને રાખવી.
◆ વરસાદ, ચક્રવાત દરમિયાન કાચા, અજાણ્યા રસ્તાઓમાં અવરજવર ન કરવી.
◆ વૃક્ષો કે નબળી જમીન ઉપર ઉભા ન રહેવું.
◆ ડેમ, નદી, કે દરિયા કિનારે ફરવા ન જવું.
◆ નીચાણવાળા વિસ્તારમાં લોકોએ જિલ્લા વહીવટી તંત્રના સંપર્કમાં રહેવું.
◆ આકસ્મિક સંજોગોમાં ચોક્કસ માહિતી જિલ્લા વહીવટી તંત્રને આપવી.
◆ ખોટી અફવાઓ ને પ્રોત્સાહન ન આપવું અને તેનાથી દૂર રહેવું.
◆ વૃદ્ધ, સગર્ભા અવસ્થા મહિલાઓ, નવજાત શિશુ વરસાદ કે ચક્રવાત દરમિયાન પ્રવાસ કરવાનું ટાળવો જોઈએ.
◆ કોઈ આરોગ્ય સબંધિત તકલીફ પડે તરત ૧૦૮ સેવા નો સંપર્ક કરવો.

વધુમાં ૧૦૮ સેવા ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકરે જણાવ્યુ કે ચક્રવાત ની પરિસ્થિતિ ને પહોંચી વળવા તાલીમબદ્ધ કર્મચારીઓ કટિબદ્ધ છીએ અને તમામ પ્રકારની પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે.

——————————————-

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other