નિઝર તાલુકાનાં આવાસ યોજનાના લાભાર્થીઓ ખુલ્લા આકાશની નીચે રહેવા મજબુર બન્યા !!
Contact News Publisher
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકાના ગામડાઓમાં પ્રધાનમઁત્રી આવાસ યોજનામાં સ્થનિક અધિકારીઓની ઘોર બેદરકારી ! ગરીબ લાભાર્થીઓ હપ્તો જમા નહી થતા હાલમાં ખુલ્લા આકાશની નીચે રહેવા મજબુર બન્યા છે. હવામાન વિભાગ દ્રારા વરસાદ અને પવન આવે એવી સંભાવના જાહેર કરવામાં આવેલ છે. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ અને સરપંચો દ્રારા પ્રથમ અને બીજા હપ્તા માટે તાલુકા વિકાસ અધિકારીને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી.
જોવાનું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી દ્રારા લાભાર્થીઓને પ્રથમ અને બીજા હપ્તાની રકમ ચુકવણી કરવામાં આવશે. આવનાર સમયમાં ખબર પડશે.