વ્યારા ખાતે શહેરી વિકાસ યોજના અંતર્ગત વ્યારા નગરપાલિકામાં “સિટી સિવિક સેન્ટર” નું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે થશે

0
Contact News Publisher

(માહિતી બ્યુરો, તાપી) તા.૦૯ સરકારશ્રી દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વ્યારા નગરપાલિકામાં “સિટી સિવિક સેન્ટર” નું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે થશે જેનું જીવંત પ્રસારણના વર્ચુઅલ માધ્યમથી નિહાળી સકાશે. જે કાર્યક્રમની સાથે વ્યારા નગરપાલિકાનો કાર્યક્રમ તા. ૧૦/૦૬/૨૦૨૩ શનિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકેથી વ્યારા નગર પ્રમુખશ્રી, સેજલબેન રાણા, વ્યારા નગરપાલિકાની ઉપસ્થિતીમાં કાનપુરા, નવી વસાહત, વ્યારા જિ.તાપી ખાતે રાખવામાં આવેલ છે, જેમા કારોબારી સમિતીના ચેરમેનશ્રી કુલીન પ્રધાન , વ્યારા નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી સુધિરસિંહ ચૌહાણ ઉપસ્થિત રહશે,એમ વ્યારા નગરપાલિકા ચીફ ઓફિસર વંદના ડોબરીયાની અખબારી યાદીમાં જણાવાયું છે. આ કાર્યક્રમમાં સૌ નગરજનોને ઉપસ્થિત રહેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
0000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *