વ્યારા હોમિયોપેથીક કોલેજની વિદ્યાર્થીનીનું ગૌરવ
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ એન્ડ રીસર્ચ વ્યારામાં દ્વિતીય વર્ષ બી . એચ . એમ . એસ.માં અભ્યાસ કરતી કુમારી પ્રિયંકા ઉપાધ્યાયે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીના ૪૭માં યુવામહોત્સવમાં શાસ્ત્રીય ગાયન તેમજ હળવા કંઠય ગાયન વિભાગમાં ૪૩ર કોલેજના વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી કોલેજ ને ગૌરવ પ્રદાન કર્યું છે . કુમારી પ્રિયંકાને શાસ્ત્રીય ગાયન તેમજ હળવા કંઠય ગાયન વિભાગમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ જાણીતા ક્રિકેટર દીલીપ વેંગસરકર તેમજ યુનિવર્સીટીના વાઈસચાન્સેલર દ્વારા પ્રથમ વિજેતા પારિતોષિક તેમજ અભિવાદન પત્ર એનાયત કરાયા હતા . કોલેજના પ્રિન્સીપાલ , સ્ટાફગણ તથા ટ્રસ્ટીગણ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા .
