જરૂરિયાતમંદોને યોજનાકિય લાભો સરળતાથી મળી રહે તે પ્રકારે કામગીરી કરવા કલેકટરનો અનુરોધ

Contact News Publisher

કલેકટર આર.જે. હાલાણીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા કલેકટર આર.જે. હાલાણીની અધ્યક્ષતામાં આજે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ બેઠક યોજાઇ હતી. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યશ્રી મોહનભાઈ ડોઢિયા સહિત પદાધિકારીઓ દ્વારા રજુ થયેલ પ્રશ્નોને અગ્રતા આપી સત્વરે નિરાકરણ લાવવા કલેક્ટર હાલાણીએ સબંધિત અધિકારીઓને સુચના આપી હતી.
સંકલન ભાગ-૨ની બેઠક દરમિયાન કલેક્ટરે લોકોની પ્રાથમિક જરૂરિયાતના કામોને અગ્રીમતા આપવાનું જણાવી સઘન અમલીકરણ દ્વારા યોજનાકિય લાભો જરૂરિયાતમંદોને સરળતાથી મળી રહે તે માટે પરસ્પર સંકલન અને વ્યવહારૂ અભિગમ કેળવી કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. તદઉપરાંત નિવૃત થયેલા કર્મચારીઓને નિવૃતિ લાભો સમયમર્યાદામાં મળી જાય તે જોવા તથા સરકારી લેણા વસુલાત બાબત કામગીરીને ગંભીરતાથી લેવા તાકીદ કરી હતી.
બેઠક દરમિયાન નાગરિક અધિકારપત્ર અન્વયે મળેલી અરજીઓના નિકાલ, આગામી બે વર્ષમાં નિવૃત થતા કર્મચારીઓના પેન્શન કેસો તૈયાર કરવા, એ.જી.ઓડિટના બાકી પેરાઓ, નિકાલ માટેના બાકી કાગળો, વસુલાત, ખાતાકિય તપાસ, સી.એમ. ડેશબોર્ડ યોજનાઓની કામગીરીની વિગતે સમીક્ષા કરવામાં આવી હતી. તદઉપરાંત વાલોડ તાલુકામાં કરવામાં આવનાર આગામી જિલ્લા કક્ષાના પ્રજાસતાક પર્વ અને આદિજાતિ મહોત્સવ–૨૦૨૦ની ઉજવણી તથા મેગાહેલ્થ કેમ્પના આયોજન બાબતે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને કેટલાક રચનાત્મક સુચનો કલેક્ટરશ્રીએ કર્યા હતા. સમગ્ર બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેકટર બી.બી.વહોનિયાએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા પોલિસવડા એન.એન.ચૌધરી, નગર પાલિકા પ્રમુખશ્રી મહેરનોશ જોખી સહિત અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *