મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા જાહેરનામું

પ્રતિકાત્મક તસ્વીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  આગામી તા.૦૬/૧૨/૨૦૧૯ના રોજ સોનગઢ તાલુકાના ગુણસદા ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતીમાં યોજાનાર‘’એકલ અભિયાન’’ કાર્યક્રમમાં જાહેર જનતા ૫ણ મોટી સંખ્યામાં હાજર રહેનાર છે. જાહેર જનતાના હિતાર્થે સરળ અને સુરક્ષિત ટ્રાફિક સંચાલન તેમજ કાયદો-વ્યવસ્થાની ૫રિસ્થિતિ તથા સુરક્ષા વ્યવસ્થાને ઘ્યાને રાખી અઘિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયા દ્વારા વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ સોનગઢ થી દેવજીપુરા-ઘોડા ગામ તરફ જતો રોડ ભારે વાહનો માટે તા.૦૬/૧૨/૨૦૧૯ના રોજ સવારે ૬.૦૦ થી ૧૫.૦૦ કલાક સુધી બંઘ કરી તેના પરથી પસાર થતો ટ્રાફીક વૈકલ્પિક માર્ગ તરીકે સોનગઢ-ઉકાઈ-પાથરડા-ઘોડા રોડ પર થી પસાર થવાનું રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *