સોનગઢ તાલુકાના બોરદા ગામમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઉકાઈ) : આજ રોજ સોનગઢ તાલુકાના બોરદા ગામ ખાતે સરપંચ શ્રીમતિ ગંગાબેન સુનીલભાઇ વસાવાના અધ્યક્ષ સ્થાને પંચાયત ઓફિસ ખાતે રકતદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવા આગેવાનો શ્રી ગણેશભાઇ વસાવા, શ્રી સુનિલભાઇ વસાવા, મા.સરપંચશ્રી ગેમેન્દ્રભાઇ વસાવા, બાવલી પંચાયત સરપંચશ્રી રૂસ્તમભાઇ વસાવા, ફત્તેપુરના સરપંચશ્રી કુંદનભાઇ વસાવા તથા અમારી સમગ્ર ટીમના અથાગ પ્રયત્નથી રકતદાન શિબિર સફળ રહયો હતો. ચૌદ ખેડાના યુવા મિત્રોએ ઉત્સાહભેર રકતદાન કેમ્પમા ભાગ લઇ ટુંકા સમયગાળાના આયોજનમા પણ એકાવન જેટલી લોહીની બોટલ રકત એકત્રિત કરાઈ હતી.
સ્વાગત પ્રવચન તથા સ્વાગત વિધિ મા.સરપંચશ્રી ગેમેન્દ્રભાઇ વસાવા દ્વારા કરી રકતદાનનું મહત્વ સમજાવી શિબિરમા આવેલ એલ.ડી. પટેલ રકતદાન કેન્દ્ર વ્યારાના ડોકટરો તથા તેમના કમઁચારીઓ તેમજ ઉપસ્થિત આગેવાનોનુ પરંપરા મુજબ આદિવાસી ગમછો આપી આદિવાસી ટોપી પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
અંતે આભારવિધિ ગામના યુવા આગેવાનશ્રી ગણેશભાઇ વસાવાએ રકતદાનનું મહત્વ સમજાવી શિબિરમા રકતદાન કરનાર તમામ યુવા મિત્રોને ખુબ ખુબ અભિનંદન આપી ઉપસ્થિત તમામ આગેવાનોનો આભાર વ્યકત કયોઁ હતો. અંતે રકતદાન કેન્દ્ર વ્યારા ના ડો.શાંતિલાલ સાહેબ દ્વારા સરપંચશ્રી સુનિલભાઇ વસાવાને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other