માંગરોળ : તાલુકાનાં માંગરોળ, કોસંબા અને તરસાડી વિસ્તારોને કોરોનાં હોટ સ્પોટ જાહેર થતાં ઘરે ઘરે આરોગ્ય ટીમ તરફથી ચેકાસણી કામગીરી શરૂ

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા ઘણાં લાંબા સમયથી સુરત શહેર સહીત, સમગ્ર જિલ્લામાં કોરોનાંનો કહેર નજરે પડી રહ્યો છે, અને દિવસે દિવસે કોરોનાં પોઝીટીવ કેસોમાં વધારો થઈ રહ્યો છે,ત્યારે  માંગરોળ તાલુકાનાં માંગરોળ,કોસંબા અને તરસાડી વિસ્તારો કોરોનાં હોટ સ્પોટ જાહેર થતાં ઘરે ઘરે આરોગ્ય ટીમ તરફથી ચેકાસણી કામગીરી શરૂ કરવામાં આવી છે માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી તાલુકા મથક માંગરોળ સહીત તાલુકાનાં અન્ય વિસ્તારોમાં આરોગ્યની ટીમો મોકલી ઘરે ઘરે કોરોનાં પ્રશ્ને ચેકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં ઘરનાં દરેક સભ્યનું ટેમ્પરેચર અને ઑક્સિજ લેવલ ની ચેકાસણી કરવામાં આવે છે, સાથે જ તાવ, ખાંસી, કે માથું દુખતું હોય તો તેની વિગત પણ મેળવી રજીસ્ટર માં નોંધ કરવામાં આવે છે, જેથી જો કોઈ ને કોરોનાં અંગેના લક્ષણો હોય તો ત્વરીત સારવાર આપી શકાય અને મોતના મુખમાંથી બચાવી શકાય આવા શુભ આશયથી આ કામગીરી માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી તરફથી શરૂ કરવામાં આવી છે, પ્રજાજનો આરોગ્ય ટીમને આ કાર્યમાં સહકાર આપે એવી અપીલ કરવામાં આવી છે.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other